આણંદ : ધોરણ-9ની વિદ્યાર્થિની કેવી રીતે એક દિવસ માટે બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની?

આણંદ : ધોરણ-9ની વિદ્યાર્થિની કેવી રીતે એક દિવસ માટે બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની?
પ્રકાશિત

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ધોરણ-9માં અભ્યાસ કરતી હેતવી મહેશ્વરી એક દિવસ માટે તાલુકા પંચાયત પ્રમુખ બની હતી.

હેતવીના એક દિવસના તાલુકા પંચાયત પ્રમુખ બનવાં પાછળ રસપ્રદ વાત છે.

બોરસદ તાલુકા પંચાયત ના પ્રમુખ મિહિર પટેલ વિશ્વ મહિલા દિન નિમિત્તે ઝારોલા ખાતેની હાઇસ્કૂલમાં મુલાકાત માટે ગયા હતા.

તેમણે શાળાની એક વિદ્યાર્થિનીને એક દિવસ માટે તાલુકા પંચાયતની પ્રમુખ બનાવવાનો વિચાર શાળાના આચાર્ય સમક્ષ મુક્યો.

પણ મૂંઝવણ એ ઊભી થઈ કે તાલુકા પંચાયત પ્રમુખ બનવા માટે એક નહીં પરંતુ સાત વિદ્યાર્થિનીઓ તૈયાર હતી.

આખરે એવો રસ્તો કાઢવામાં આવ્યો કે એપ્રિલની-2025ની વાર્ષિક પરીક્ષામાં જે વિદ્યાર્થિની શાળામાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરે એને તાલુકા પંચાયતની પ્રમુખ બનાવવામાં આવે.

હેતવી મહેશ્વરીએ શાળામાં સૌથી વધુ- 98 ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા તેથી તેને એક દિવસ માટે બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બનાવવામાં આવી.

એક દિવસ માટે તાલુકા પંચાયત બનીને હેતવી મહેશ્વરીએ શું કર્યું? કેવો રહ્યો આ યાદગાર અનુભવ? જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન