રાજકોટની આ યુવતીની ઍક્ટિંગ જોઈને લોકો કહી ઊઠે છે, ‘બીજાં દયાભાભી મળી ગયાં’

વીડિયો કૅપ્શન, ‘લોકો કહે છે આસિતભાઈ બીજાં દયાબહેન મળી ગયાં’
રાજકોટની આ યુવતીની ઍક્ટિંગ જોઈને લોકો કહી ઊઠે છે, ‘બીજાં દયાભાભી મળી ગયાં’
પ્રકાશિત

રાજકોટના જામકંડોરણા જવાનું થાય અને કાનમાં ખ્યાત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં દયાભાભીનો અવાજ સંભળાય અને અદલ તેમના જેવા જ પહેરવેશ અને અંદાજની ઝલક મળે તો ચોંકી ન જતા.

એ વ્યક્તિ નક્કી કાજલ રામાનંદી હશે.

એક ગરીબ પરિવારમાંથી આવતાં કાજલ રામાનંદી દયાભાભીની ઍક્ટિંગ કરીને પોતાના વિસ્તારમાં ખ્યાત થઈ ચૂક્યાં છે.

પ્રતિભાશાળી કાજલ પોતાની કળાને બળે હવે તેઓ ‘ગુજ્જુ દયાબેન’ નામની યૂટ્યૂબ ચેનલમાં પોતાનું અનોખું કન્ટેન્ટ રજૂ કરીને ચમકી રહ્યાં છે.

લોકોને ખડખડાટ હસાવતાં આ ‘દયાબેન’ની કહાણી ખૂબ પ્રેરણાદાયી છે. જુઓ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

કાજલ રામાનંદી

ઇમેજ સ્રોત, Gujju Dayabhabhi

રેડ લાઇન
રેડ લાઇન