ગુજરાત ચૂંટણી : જિજ્ઞેશ મેવાણીના મતવિસ્તારની મહિલાઓની શું સમસ્યા છે?
ગુજરાત ચૂંટણી : જિજ્ઞેશ મેવાણીના મતવિસ્તારની મહિલાઓની શું સમસ્યા છે?
પ્રકાશિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બીબીસી ગુજરાતી પહોંચ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વડગામમાં.
વડગામમાં બીબીસીએ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમની તકલીફ શું છે.
અન્ય વિસ્તારોની જેમ અહીં પણ પીવાના પાણી અને રસ્તાની સમસ્યા મુખ્ય છે, પણ આ સાથે એક નોંધવાલાયક બાબત એ છે કે અહીંની મહિલાઓને પગભર થવું છે.
તેમની ઇચ્છા છે કે તેઓ પણ ઘર ચલાવવામાં પુરુષોને મદદરૂપ થાય. જોકે, તેમના કહેવા પ્રમાણે વડગામમાં એક ગૃહઉદ્યોગ સુધ્ધાં ન હોવાથી તેઓ આગળ આવી શકતા નથી.
જુઓ વડગામથી હરિતા કાંડપાલ અને રોહિત લોહિયાનો અહેવાલ...





