વર્લ્ડ મૅનોપોઝ ડે: શું તમે પેરિમૅનોપોઝનાં આ લક્ષણો વિશે જાણો છો?

વીડિયો કૅપ્શન, પેરિમેનોપોઝનાં સામાન્ય લક્ષણો એ મેનોપોઝ જેવાં જ હોય છે.
વર્લ્ડ મૅનોપોઝ ડે: શું તમે પેરિમૅનોપોઝનાં આ લક્ષણો વિશે જાણો છો?
પ્રકાશિત

કોઈ સ્ત્રીને જ્યારે એક વર્ષ સુધી પીરિયડ્સ ન આવે ત્યારે મૅનોપોઝના તબક્કામાં છે, એમ કહેવાય.

જોકે, એ પહેલાં સ્ત્રી પેરિમૅનોપોઝની અવસ્થામાં હોય છે. આ ગાળા દરમિયાન મૅનોપોઝ જેવા જ લક્ષણ અનુભવે છે, પરંતુ તેને અનિયમિતપણે માસિક આવતું હોય છે.

આ સમયગાળામાં મહિલાનું શરીર પ્રજનનક્રિયાના નવા તબક્કામાં દાખલ થાય છે. તેનું શરીર જેમ-જેમ મૅનોપોઝના તબક્કામાં પ્રવેશે છે તેમ-તેમ કેટલાક ઇસ્ટ્રૉજન જેવા હૉર્મોન્સ ઘટવા લાગે છે.

આ મહત્ત્વના હૉર્મોન્સ અંડાશયમાં ઉત્પન્ન થાય છે.

સૌથી મોટો પડકાર એ છે કે હૉર્મોન્સમાં થતું આ પરિવર્તન ધીમેધીમે થતું નથી. તેનું અનુમાન કરી શકાતું નથી.

આથી હૉર્મોન્સના સ્તરમાં થતાં પરિવર્તનને કારણે શરીરમાં અમુક લક્ષણો જોવાં મળે છે, જે મૅનોપોઝ જેવા જ હોય છે. મહિલાઓ દ્વારા કેટલીક સામાન્ય બાબતોની કાળજી રાખવામાં અને પરેજી પાળવા આવે તો તેમને આ પરિસ્થિતિમાં રાહત મળે છે.

મહિલાઓની તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.