ગુજરાતમાં હવે ક્યાં પડશે વરસાદ? ચોમાસું કેમ આગળ વધતું અટકી ગયું?
ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું છે અને કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું. જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે.
સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં એન્ટ્રી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે એવી સ્થિતિ રહી નથી.
હવે ચોમાસાની શરૂઆત પહેલાં ફરીથી રાજ્યમાં કેટલાક દિવસો વરસાદનું જોર વધે તેવી શક્યતા જણાઈ રહી છે.
5 જૂન સુધી ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, રાજ્યમાં જ્યાં આગાહી છે, તે જિલ્લાઓમાં પણ છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત હવામાન વિભાગે કોઈ વિસ્તારમાં ભારે કે અતિભારે વરસાદની આગાહી કરી નથી. એટલે કે જ્યાં વરસાદ થશે તે મોટા ભાગના વિસ્તારોમાં હળવો કે મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું. જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે.
સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં એન્ટ્રી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે એવી સ્થિતિ રહી નથી.
હવે ચોમાસાની શરૂઆત પહેલાં ફરીથી રાજ્યમાં કેટલાક દિવસો વરસાદનું જોર વધે તેવી શક્યતા જણાઈ રહી છે.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન