જ્યાં રોજની 3500થી 4000 રોટલીઓ જમા થાય છે એ રાજકોટની રોટી બૅન્ક શું છે?
જ્યાં રોજની 3500થી 4000 રોટલીઓ જમા થાય છે એ રાજકોટની રોટી બૅન્ક શું છે?
પ્રકાશિત
તમે નાણાકીય બૅન્ક વિશે તો બધા જાણે છે પણ તમને રોટી બૅન્ક વિશે કંઈ ખબર છે?
રોટી બૅન્ક રાજકોટમાં ચલાવવામાં આવે છે અને તે ભુખ્યાઓની ભુખ ઠારવાનું કામ કરે છે.
આ રોટી બૅન્કની શરૂઆત કરનારા ટ્રસ્ટના અધ્યક્ષ જયેશ ઉપાધ્યાય કહે છે, "રાજકોટમાં કોઈ ભૂખ્યું ઊઠે, પણ ભૂખ્યું સુવે નહીં એવા હેતુથી બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બૅન્કની શરૂઆત કરવામાં આવી છે." તેઓ કહે છે કે અમને રાજકોટમાં ઠેકઠેકાણે રાખેલા ડબ્બામાં રોજની 3500થી 4000 રોટલીઓ મળે છે. ટપાલી ટપાલ લઈ જાય એમ ટ્રસ્ટના સ્વયંસેવકો આ રોટલીઓ લઈ જાય છે. ખિચડી-શાક, મગ-ભાત સાથે આ રોટલીઓ જરૂરિયાતમંદોને પિરસવામાં આવે છે. કેવી રીતે ચાલે છે રાજકોટની રોટી બૅન્ક? જુઓ આ વીડિયો અહેવાલમાં...






