વાવાઝોડાંની ચેતવણીઓ કેમ વધી રહી છે, હવામાનમાં શું ફેરફાર થઈ રહ્યો છે?

વીડિયો કૅપ્શન,
વાવાઝોડાંની ચેતવણીઓ કેમ વધી રહી છે, હવામાનમાં શું ફેરફાર થઈ રહ્યો છે?
પ્રકાશિત

નેચર કૉમ્યુનિકેશન્સ પત્રિકામાં છપાયેલા એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે હવે આ પ્રકારનાં વાવાઝોડાંનું પ્રમાણ અને તીવ્રતા વધશે.

તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ અને દર 20-30 વર્ષે રચાતી એક અસર જેનું નામ છે પૅસિફિક ડેકાડલ ઑસિલેશન નામની એક ચક્રિય ઘટના છે.

આ અભ્યાસમાં ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ચોમાસા બાદની સિઝનમાં આવેલાં છેલ્લાં 60 વર્ષનાં વાવાઝોડાંનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

વિષુવવૃત્તીય પ્રશાંત ક્ષેત્રનું ગરમ થવું એટલે કે એ ઘટના જે અલ નીનો તરીકે ઓળખાય છે તે ભારતમાં ઓછા વરસાદ માટે જવાબદાર હોય છે.

સામાન્યથી ઓછા તાપમાન અને વધારે વરસાદ પાછળ લા નીનાને જવાબદાર માનવામાં આવે છે.

અભ્યાસકર્તાઓએ જણાવ્યું કે 2019માં પૅસિફિક ડેકાડલ ઑસિલેશને ઠંડા તબક્કામાં પ્રવેશ કર્યો એટલે કે નકારાત્મક તબક્કામાં પ્રવેશ કર્યો હોવાથી ચોમાસા બાદના મહિનાઓમાં વધુ ઉષ્ણકટીબંધીય ચક્રવાતો પેદા થઈ શકે છે.

એટલે કે મોનસૂન ઍક્ટિવિટી બાદ ભૂમધ્ય રેખા આસપાસ વધુ વાવાઝોડાં સર્જાઈ શકે છે.

વધુ વિગતો સમજવા માટે જુઓ આ વીડિયો અહેવાલ.

વાવાઝોડું

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બીબીસી
બીબીસી