'શક્તિ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠાથી દૂર, હવે આ વાવાઝોડા અંગે શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, શક્તિ વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી દૂર, હવે આ વાવાઝોડાને લઈને શું છે આગાહી?
'શક્તિ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠાથી દૂર, હવે આ વાવાઝોડા અંગે શું છે આગાહી?
પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસોથી જેના કારણે ભય ફેલાયો હતો તે શક્તિ વાવાઝોડું હવે ગુજરાતથી ઘણું દૂર જતું રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો છે.

સાઉથ ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હોવાના હવામાન વિભાગના અહેવાલ છે.

નવી માહિતી દર્શાવે છે કે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી પરથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લે તેવી અનુકૂળ સ્થિતિ છે.

આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો વધારો નહીં ત્યાર પછી તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે જાણવા માટે આ વીડિયો જુઓ.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડું શક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન