ગુજરાત હવામાન: હવે ક્યાં સુધી વરસાદ પડશે, કયા જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીની સિસ્ટમ ક્યાં પહોંચી? ગુજરાતના આ જિલ્લાઓમાં અસર જોવા મળશે
ગુજરાત હવામાન: હવે ક્યાં સુધી વરસાદ પડશે, કયા જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી?
પ્રકાશિત

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેવભૂમિ દ્વારકા, પોરબંદર પર છે આ પછી સિસ્ટમ આગળ વધીને કચ્છના અખાતમાં જશે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ વિસ્તારમાં 40થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

દરિયાકાંઠના વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ સિસ્ટમ દરિયામાં આવ્યા બાદ ફરીથી મજબૂત બનશે જેના કારણે પવનની ગતિમાં વધારો થશે.

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આવનારા બે-ત્રણ દિવસોમાં ક્યાં વધારે વરસાદની શક્યતા છે? આ સિસ્ટમની અસર ક્યાં સુધી રહેશે? સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર ગુજરાત-દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ પડશે? જુઓ આ વીડિયો.

ચોમાસું, હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન