યુક્રેને મૉસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો

યુક્રેને મૉસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
પ્રકાશિત

યુક્રેને રશિયાના મૉસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

આ હુમલામાં 17 લોકો ઘાયલ થયા હોવાની વાત રશિયાના સ્થાનિક તંત્રએ કરી છે.

યુક્રેને 200 ડ્રૉનથી આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. રશિયાએ કહ્યું છે કે યુક્રેનની ચાર મિસાઇલો અને 1000થી વધુ ડ્રૉનને તોડી પાડ્યાં છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું છે કે, "તેઓ નથી ઇચ્છતા કે યુદ્ધ આગળ વધે. પરંતુ જો યુક્રેન પર હુમલો થશે તો મૉસ્કો પણ ભડકે બળશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન