સુરતની સાત વર્ષીય પ્રાગનિકા વાકા લક્ષ્મી કેમ કહેવાય છે ચેસની 'નન્હે ઉસ્તાદ'?

વીડિયો કૅપ્શન, ચેસમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રાગનિકા કોણ છે?
સુરતની સાત વર્ષીય પ્રાગનિકા વાકા લક્ષ્મી કેમ કહેવાય છે ચેસની 'નન્હે ઉસ્તાદ'?
પ્રકાશિત

ગુજરાતના સુરતની સાત વર્ષીય પ્રાગનિકા વાકા લક્ષ્મી એટલી મહારત સાથે ચેસ રમે છે કે ભલભલા જોઈને ચકિત રહી જાય.

ચેસની આ 'નન્હે ઉસ્તાદે' રમકડાંથી રમવાની ઉંમરમાં મોટું કારનામું કરી બતાવ્યું છે. સર્બિયામાં ફીડે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન દ્વારા આયોજિત વર્લ્ડ સ્કૂલ ચેસ ચૅમ્પિયનશિપ 2025માં અંડર-7 ગર્લ્સ કૅટગરીમાં ગોલ્ડમેડલ મેળવીને પ્રાગનિકાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

તેની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ સ્પર્ધામાં ભાગ લેનાર 22 ભારતીય સ્પર્ધકોમાંથી માત્ર પ્રાગનિકા જ એક એવી સ્પર્ધક છે જેને ગોલ્ડમેડલ મળ્યો છે.

માત્ર 15 મહિનાની પ્રૅક્ટિસ સાથે આ અનોખી સિદ્ધિ હાંસલ કરનાર પ્રાગનિકા અંગેની બીબીસીની આ ખાસ રજૂઆત જુઓ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, ચેસ, શતરંજ
ઇમેજ કૅપ્શન, ગુજરાતના સુરતની સાત વર્ષીય પ્રાગનિકા વાકા લક્ષ્મી એટલી મહારત સાથે ચેસ રમે છે કે ભલભલા જોઈને ચકિત રહી જાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.