You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પર આવતી સિસ્ટમમાં ફેરફાર, હવે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
ગુજરાત પર આવતી સિસ્ટમનો ટ્રેક બદલાયો છે. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સવારથી ગાઢ વાદળો છવાયાં છે.
આજથી ફરી ચોમાસું સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગઈ છે જેની અસરથી પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે.
આ સિસ્ટમમાં કેટલોક ફેરફાર થયો છે. એનો કેટલોક ભાગ રાજસ્થાન પરથી પણ પસાર થશે.
પહેલા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હતી.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ ખેડા, આણંદ, વડોદરા, પાટણ, અમદાવાદ એમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે છે.
સિસ્ટમ આગળ વધ્યા બાદ તારીખ છ અને સાત સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
સિસ્ટમ આગળ વધ્યા બાદ ક્યાં કેટલો વરસાદ પડશે? સિસ્ટમના ટ્રેકમાં થયેલો ફેરફાર સૌરાષ્ટ્રની વરસાદની સ્થિતિ પર શું અસર કરશે? આજે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે? એ જાણવા માટે જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન