હિમોફિલિયા રોગ શું છે? આ રોગનાં લક્ષણ શું હોય અને દર્દી માટે ક્યારે ગંભીર બની શકે?
હિમોફિલિયા રોગ શું છે? આ રોગનાં લક્ષણ શું હોય અને દર્દી માટે ક્યારે ગંભીર બની શકે?
પ્રકાશિત
ગુજરાતના આ લોકો શાહી રોગ તરીકે ઓળખાતા હિમોફિલિયાથી પીડાચ છે.
શાહી અને રોગ આ બંને શબ્દો જેટલા વિરોધાભાસી છે, એટલી જ વિકટ આ રોગથી પીડાતા લોકોની પરિસ્થિતિ થાય છે.
હિમોફિલિયા એ લોહીનો વારસાગત રોગ છે. જેમાં લોહીની ગંઠાવાની પ્રક્રિયા ખામીયુક્ત હોય છે.
આ રોગના દર્દીને સામાન્ય ઈજાના કિસ્સામાં પણ રક્તસ્રાવ થવા લાગે છે.
જેના કારણે અમુક કિસ્સામાં મનુષ્યના શરીરમાં રહેલું લોહી વહી જવાની અને દર્દીનું મૃત્યુ પણ સંભાવના હોય છે.
કેટલાંક બાળકો સહિત ગુજરાતના આ દર્દીઓ હિમોફિલિયા સામે વર્ષોથી ઝઝૂમી રહ્યા છે. હિમોફિલિયાના આ દર્દીઓના પરિવારો અને દર્દી પોતે આ રોગના કારણે કેવી કપરી પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર બન્યા છે, એ જાણવા જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



