ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અટકી ગયું, ક્યાં સુધી વરસાદની રાહ જોવી પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હજુ કેટલા દિવસ વાવણીલાયક વરસાદની રાહ જોવી પડશે, હવામાનની આગાહી શું કહે છે?
ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અટકી ગયું, ક્યાં સુધી વરસાદની રાહ જોવી પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું તો પહોંચી ગયું છે, પણ રાજ્યના ઘણા ભાગોમાં હજુ સુધી વરસાદ પડતો નથી.

રાજ્યમાં વરસાદ ન પડતાં ખેડૂતો સહિત અનેક લોકો ચિંતાતુર પણ બન્યા છે. ચોમાસું આમ પણ આ વખતે રાજ્યમાં મોડું પહોંચ્યું છે અને હજુ પણ વરસાદ લાવે તેવા પવનોની ગતિ વધતી નથી રહી. એવામાં વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પણ વાવણી કરી શક્યા નથી અને આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી નથી.

આગાહી અનુસાર, જે તે જિલ્લામાં જો વરસાદ પડે તો એ પણ હળવોથી સામાન્ય રહી શકે છે. સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે, પરંતુ આ બંને સ્થિતિઓ હાલ ગુજરાત માટે અનુકૂળ જણાતી નથી.

26 જૂનના હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો, તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમનું ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગ છે.

હવામાન વિભાગના બુલેટિન પર નજર નાખવાથી એ ખબર પડે છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના ઉત્તર સહિતના ભાગોમાં કોઈ વરસાદ પડે તેવું અનુમાન નથી.

હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે એ પ્રમાણે ગુજરાતમાં ચારથી પાંચ જુલાઈ સુધી વરસાદની રાહ જોવી પડશે.

વીડિયો - દીપક ચુડાસમા

ગુજરાત, ચોમાસું ગુજરાતમાં ચોમાસું તો પહોંચી ગયું છે, પણ રાજ્યના ઘણા ભાગોમાં હજુ સુધી વરસાદ પડતો નથી. બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન