સુરત : અધવચ્ચેથી અભ્યાસ છોડવા મજબૂર વિદ્યાર્થિનીઓનું જીવન બદલનારા શિક્ષક
સુરત : અધવચ્ચેથી અભ્યાસ છોડવા મજબૂર વિદ્યાર્થિનીઓનું જીવન બદલનારા શિક્ષક
પ્રકાશિત
આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અભ્યાસ અધૂરો છોડી રહેલી યુવતીઓના જીવનમાં પ્રકાશ લાવવાનું સેવાનું કામ નરેશભાઈ કરી રહ્યા છે.
સુરતની સરકારી શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવનારા નરેશભાઈએ ધોરણ 10 અને 12ની ઍક્સ્ટર્નલ સ્ટુડન્ટ્સ તરીકે પરીક્ષા આપવા ઇચ્છતી 1500 જેટલી ડ્રૉપ-આઉટ વિદ્યાર્થિનીઓને કોઈ ફી લીધા વિના અભ્યાસ કરાવ્યો છે.
હાલ અનેક વિદ્યાર્થિનીઓ કામની સાથે સાથે અભ્યાસ કરી પોતાનાં સપનાં પૂરાં કરવાં મહેનત કરી રહી છે.
ચાલો જાણીએ નરેશભાઈ આની પ્રેરણા કઈ રીતે મળી....






