રાજકોટના ફેશન શૉમાં છવાઈ 'બ્લાઇન્ડ એન્ડ બ્યુટીફૂલ' મૉડલ્સ

વીડિયો કૅપ્શન, રાજકોટનાં ફેશન શૉમાં રેમ્પ વૉક કરતી એ નેત્રહીન યુવતીઓ
રાજકોટના ફેશન શૉમાં છવાઈ 'બ્લાઇન્ડ એન્ડ બ્યુટીફૂલ' મૉડલ્સ
પ્રકાશિત

રાજકોટમાં એક વિશેષ ફેશન શૉ યોજાયો, જેમાં 8 નેત્રહીન યુવતીઓએ સામાન્ય મૉડલ સાથે રેમ્પ વૉક કરી હતી. આ ફેશન શૉમાં ફેશનનો જલવો દેખાડનાર ઈન્દુ શેખવા કહે છે કે તેમનો આ પહેલો અનુભવ હતો રૅમ્પ પર ચાલવાનો. હા, તેમણે 15 દિવસ પ્રેકટિસ કરી હતી. તેમની ચાલ, હાસ્ય અને હાવભાવ અંગે તાલીમ આપવામાં આવી હતી. ફેશન શૉના આગલા દિવસે આ યુવતીઓને રિહર્સલ પણ કરાવવામાં આવ્યું હતું. અન્ય સ્પર્ધક ઈલા જડિયા કહે છે કે મારી મૉડલ તરીકે પસંદગી થઈ ત્યારથી હું બહું ખુશ હતી. આ શૉથી લોકોને એવો સંદેશો આપવો છે કે અમે નેત્રહીન છીએ છતાં અમે આત્મવિશ્વાસપૂર્વક નોર્મલ મૉડલની સાથે વૉક કરી છે. ઑડિયન્સે પણ તેમને કેવી રીતે બિરદાવ્યા, જુઓ આ વીડિયો અહેવાલ...

મહિલા
Redline
Redline