Gujarat Rain: રાજ્યભરમાં પાકને ભારે નુકસાન, ખેડૂતો માથે હાથ મૂકી શું બોલ્યા?

વીડિયો કૅપ્શન,
Gujarat Rain: રાજ્યભરમાં પાકને ભારે નુકસાન, ખેડૂતો માથે હાથ મૂકી શું બોલ્યા?
પ્રકાશિત

માવઠાને કારણે પોતાના પાકને થયેલી નુકસાનીનું દુ:ખ વ્યક્ત કરવાની બોટાદના આ ખેડૂતોનો અનોખી રીત છે....અહીં તુવેર અને પપૈયા તથા બાગાયતી ખેતીને ભારે નુકસાન થયું છે.

જામનગરમાં કાલાવડ, લાલપુર અને ખંભાળિયા તથા કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

જામનગર શહેર અને ધ્રોલ તાલુકામાં પણ વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અહીં જીરૂં, ચણા, શાકભાજી, ઘઉં, તથા રાઈના પાકને ભારે નુકસાન થયું છે.

તો રાજકોટ જિલ્લાના તરઘડી ગામમાં ખેતરોમાં ઉભો મોલ નષ્ટ થઈ ગયો છે.

ખેડૂત

ઇમેજ સ્રોત, Sachin Pithva