આ યુવતીઓ ગણેશોત્સવમાં ઢોલ સાથે મચાવે છે ધૂમ 

વીડિયો કૅપ્શન, આ યુવતીઓ ગણેશોત્સવમાં ઢોલ સાથે મચાવે છે ધૂમ
આ યુવતીઓ ગણેશોત્સવમાં ઢોલ સાથે મચાવે છે ધૂમ 
પ્રકાશિત

દેશમાં 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર દેશમાં ઠેરઠેર જાહેર અને ખાનગી ગણેશોત્સવ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ આયોજનો પોતાની અલગઅલગ લાક્ષણિકતાઓને સંદર્ભે ખ્યાત બની રહ્યાં છે.

જેમાંથી અમુકમાં સારો શણગાર, થીમ તો અમુકમાં પ્રસાદ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આવું જ એક આકર્ષણનું કેન્દ્ર છે, મહારાષ્ટ્રનાં મહિલા ડ્રમ જૂથો.

મહિલાનાં જૂથો એટલી ઊર્જા અને ઉત્સાહ સાથે ઢોલ વગાડે છે કે ભલભલા તેમના તાલે નાચવા મજબૂર બની જાય.

ભારેભરખમ ઢોલ વગાડતી વખતે તેમનો જુસ્સો પ્રભાવિત કરે છે.

આ અદ્ભુત કળાની આ જૂથ એવી તો રજૂઆત કરે છે કે જોનારને એ બિલકુલ સરળ વાત લાગે. પરંતુ ખરેખર આ કાર્યમાં લાગતી શક્તિ, કળા અને નિશ્ચય અંગે સમજાય છે.

જુઓ, મહિલાના આ જૂથની રસપ્રદ કહાણી, બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન