72 વર્ષે નોટઆઉટ રહેલાં બાએ મારી બાઉન્ડરી, જુઓ કેટલા રન બનાવ્યા?
72 વર્ષે નોટઆઉટ રહેલાં બાએ મારી બાઉન્ડરી, જુઓ કેટલા રન બનાવ્યા?
પ્રકાશિત
‘ક્રિકેટ મારા માટે સર્વસ્વ છે. સર્વસ્વ.’
દર શનિવારે મુંબઈમાં ટેનિસ બૉલથી ક્રિકેટ રમતાં મહિલાઓ પૈકી 72 વર્ષનાં તરુલતા ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ રજૂ કરતાં ઉપરોક્ત વાત કરે છે.
તરુલતા સાથે આ મહિલાઓ એક ક્લબનાં સભ્યો છે અને દર અઠવાડિયે અહીં ક્રિકેટનો આનંદ માણે છે.
પાંચ મહિલાઓથી શરૂ કરેલા આ ક્લબમાં હવે 300 કરતાં વધુ મહિલા સભ્યો ક્રિકેટ રમવા જોડાયાં છે.
જેમાં સૌથી ઓછી ઉંમરનાં સભ્યની ઉંમર નવ વર્ષ તો સૌથી વધુ ઉંમરનાં સભ્યની ઉંમર 72 વર્ષ છે.
72 વર્ષીય તરુલતાને તેમના પતિ અને પુત્રે ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કર્યાં. તેઓ પોતાના જોડાણ માટે ક્રિકેટ પ્રત્યેના પોતાના રસને કારણભૂત ગણાવે છે.






