હૉસ્પિટલોમાં મહિલા ડૉક્ટરો અને નર્સો પર જાતીય હુમલા અને ધર્માંતરણનું જોખમ
કોલકતાની આરજી કર હૉસ્પિટલમાં જુનિયર મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યા બાદ ભારતભરના આરોગ્યકર્મીઓ અને વિશેષ કરીને મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
ત્યારે પાકિસ્તાનમાં પણ મહિલા આરોગ્યકર્મીઓની સ્થિતિ ગંભીર છે. મોટા ભાગની મહિલાઓએ નામ ન છાપવાની શરત સાથે બીબીસી સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં કામ કરતી આ મહિલો સાથે ક્યારેક સાથી કર્મચારીઓ દાદાગીરી કરે છે, તો અમુક કિસ્સામાં જાતીય સતામણીનો ભોગ પણ બને છે.
એક સર્વે મુજબ, 95 ટકા મહિલાઓ પર શાબ્દિક કે શારીરિક હિંસાનું જોખમ તોળાય છે. 59 ટકા ઉપર કાર્યસ્થળે હિંસા થાય છે અને 29 ટકા યૌનશોષણનો ભોગ બને છે.
ન કેવળ મહિલા, પરંતુ પુરુષ આરોગ્યકર્મીની પર પણ દર્દી કે તેમના પરિવારજનો દ્વારા હિંસક હુમલાનું જોખમ તોળાતું રહે છે.
સિક્યૉરિટી ગાર્ડ્સ અને સીસીટીવી કૅમેરાની નહિવત્ સંખ્યા પાકિસ્તાનના આરોગ્યકર્મીઓની સ્થિતિને કપરી બનાવી દે છે. જુઓ બીબીસીનો વિશેષ અહેવાલ.
નોંધ – આ અહેવાલના કેટલાક અંશ વાચકોને વિચલિત કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



