ભારત- પાકિસ્તાનને જોડતી આ પારંપરિક મીઠાઈઓ કેવી રીતે બને છે?
સમગ્ર દુનિયામાં પંજાબી ખાણીપીણી તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે. પછી તે ભારતનું પંજાબ હોય કે પછી પાકિસ્તાનમાં આવેલું પશ્ચિમી પંજાબ હોય.
બંને જ તરફના પંજાબની અમુક મીઠાઈઓ ભારત પાકિસ્તાન ભાગલાના 77 વર્ષ પછી પણ લાખો લોકોનાં દિલો પર રાજ કરે છે.
પઠાણકોટથી બરફી જે એક સમયે પાકિસ્તાનમાં પ્રખ્યાત હતી. આ મીઠાઈ પઠાણકોટ શહેરની બનારસી હટ્ટી પર મળે છે. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે આ દુકાનનું સરનામું બદલાઈ ગયું પરંતુ તેનો ખાસ સ્વાદ ના બદલાયો.
એ સિવાય ઘેવર, તોશા, ઢોડા જેવી આઇટમના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા છે. સિંધી મીઠાઈઓ કરતાં ત્યાં કરાચીનો હલવો લોકપ્રિય છે.
નિષ્ણાતોનું માનવું છે કે ભાગલાએ ભારત અને પાકિસ્તાનના લોકોને અલગ કરી દીધા, પરંતુ આ લોકો તેમના ભૂતકાળ અને તેમની ખાણીપીણીથી દૂર નથી થઈ શક્યા.
જુઓ ભારત અને પાકિસ્તાનના લોકો મીઠાઈથી કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



