ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં, કેટલો વરસાદ પડશે?
ગુજરાતના ચોમાસાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી સાયક્લોનિક સરકયુલેશન બન્યું છે જેની અસર ગુજરાત પર અત્યારે થઈ રહી છે.
આ કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ખાસ કરીને ઉત્તરપ્રદેશના વિસ્તારો અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં સૌથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં છુટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
તારીખ 9 અને 10 બાજુ વરસાદનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છુટોછવાયોથી હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે એ જાણવા માટે, વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે એ જાણવા માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



