બનાસકાંઠાના પાલનપુરમાં ઘરો-દુકાનોમાં વરસાદનાં પાણી ઘૂસ્યાં
બનાસકાંઠાના પાલનપુરમાં ઘરો-દુકાનોમાં વરસાદનાં પાણી ઘૂસ્યાં
પ્રકાશિત
બનાસકાંઠાના ડીસા, ભાભર, પાલનપુર અને દિયોદરમાં છેલ્લાં 24 કલાકમાં આશરે 5થી 6 ઇંચ વરસાદ થયો છે.
આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે.
પાલનપુરના 50 ક્વાર્ટર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યાં. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને અનાજને નુકસાન થયું છે.
આવી જ સ્થિતિ ડીસાના ધુળીયાકોટ વિસ્તારમાં છે.
થરાદમાં પણ સોમનાથ સોસાયટી અને ન્યૂ મહેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયાં છે.
નીચાણવાળા વિસ્તારોના સ્થાનિકો વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિથી ભારે મુશ્કેલીમાં છે.
વરસાદે લોકોનું જીવન કેવું કરી નાખ્યું એ માટે જુઓ વીડિયો.






