મહારાષ્ટ્ર: જંગલ વચ્ચે પસાર થઈને રોજ ખેતરે જતી બે બહેનોની કહાણી

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રની આ બે બહેનો રોજ જોખમ લઈ જંગલની વચ્ચે ખેતી કરવા કેમ જાય છે?
મહારાષ્ટ્ર: જંગલ વચ્ચે પસાર થઈને રોજ ખેતરે જતી બે બહેનોની કહાણી
પ્રકાશિત

આ બંને બહેનો મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનાં પંઢારી જંગલોમાં ખેતી કરે છે.

આ 10,000 હૅક્ટરની જંગલની જમીન મહેશ પંડારીની સંરક્ષિત ભૂમિ છે. હાલમાં તેઓ તેમાં કપાસ, તુવેર, એરંડો અને સંતરાં ઉગાડે છે.

આ બહેનો જ્યાં રહે છે ત્યાંથી તેમનું ખતર લગભગ 8 કિલોમીટર દૂર છે.

તેમને જંગલના રસ્તે જ અહીં આવવું પડે છે, ક્યારેક દિવસે તો ક્યારેક રાત્રે આવાં નાનાં ઝરણાં-તળાવ પાર કરીને.

વનવિભાગે અમને જણાવ્યું કે આ વિસ્તારમાં લગભગ પાંચ વાઘ છે. અને રીંછ તથા દીપડાના હુમલાઓ પણ અહીં થતા રહે છે.

તેમને ખેતરમાં કામ કરવા માટે મજૂરો મળતા નથી, બધું જાતે કરવું પડે છે. આટલું કરવા છતાં તેમના મનમાં એક વાતનો અફસોસ છે.

પોતાના ખેતર અને પાકની રક્ષા માટે સુશીલા અને બેબી આખી રાત જાગતાં રહ્યાં અને ફટાકડા ફોડતા રહ્યાં, પાકની રખેવાળી કર્યા બાદ સવાર થતાં જ બંને ઘર તરફ પાછા જતાં રહ્યાં.

મહિલા
બીબીસી
બીબીસી