ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ?
છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3 ટકા ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી 45થી 50 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં જોઈએ એવો વરસાદ નથી થયો. કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ રાઉન્ડમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : શાહનવાઝ અહેમદ

ઇમેજ સ્રોત, Getty Images



