અરવલ્લી : બાયડના અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ઘરવખરી તાણી ગયું

અરવલ્લી : બાયડના અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ઘરવખરી તાણી ગયું
પ્રકાશિત

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બાયડના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ભરાઈ ગયાં હતાં.

બાયડના લાખેશ્વરી વિસ્તારમાં તો ખભા સુધી પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે અનેક લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી.

મોડાસા નગરપાલિકાના ફાયરબ્રિગેડના જવાનો તથા એનડીઆરએફની ટીમે પૂરમાં ફસાયેલા કેટલાક લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.

લોકોને પૂરના પાણી ઘૂસવાને કારણે ઘણું નુકસાન થયું છે.

ગુજરાત

ઇમેજ સ્રોત, DAXESH SHAH

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી