ગુજરાતનાં 65 વર્ષીય વૃદ્ધા નાનીબહેન કેવી રીતે મહિને 11 લાખ રૂપિયા કમાય છે?
ગુજરાતનાં 65 વર્ષીય વૃદ્ધા નાનીબહેન કેવી રીતે મહિને 11 લાખ રૂપિયા કમાય છે?

પ્રકાશિત
બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતાં 65 વર્ષનાં નાનીબહેન આસપાસનાં વિસ્તારમાં જાણીતાં છે.
આવું માત્ર વૃદ્ધાવસ્થા સક્રિય રહીને જ નહીં પરંતુ પ્રતિ માસ 11 લાખ રૂપિયાની કમાણી કરીને તેમણે શક્ય બનાવ્યું છે.
તેઓ કહે છે કે તેમના હાથ નીચે પાસે દસ લોકો કામ કરે છે, જેમને તેઓ મહિને દોઢ લાખ રૂપિયા પગાર પણ ચૂકવે છે.
નાનીબહેન બનાસ ડેરીમાં રોજનું 1,100 લિટર દૂધ ભરાવીને સૌથી વધુ દૂધ ભરાવાનો ઍવૉર્ડ મેળવી ચૂક્યાં છે.
જોઈએ તેમની સફળતા પાછળની તેમની અથાગ મહેનતની કહાણી આ અહેવાલમાં.






