મહિલાઓને આ કામ કરતા જોઈ લોકો અચંબો કેમ પામે છે?
મહિલાઓને આ કામ કરતા જોઈ લોકો અચંબો કેમ પામે છે?
પ્રકાશિત
શ્રીલંકાના જાફનામાં આવેલા આ બોટ રિપેરિંગ સેન્ટરમાં માત્ર મહિલાઓ જ કામ કરે છે.
આ મહિલાઓ શ્રીલંકામાં વર્ષો સુધી ચાલેલાં યુદ્ધને કારણે પીડિત હતાં.
આ બોટ રિપેરીંગ સેન્ટરમાં મહિલાઓને પહેલા કામની ટ્રેનિંગ આપવામા આવે છે, ત્યાર બાદ, તેઓ અહીં કામ કરવા લાગે છે. તેઓ બોટની બેન્ચોને દુરસ્ત કરે છે અને પછી તેનું રંગરોગાન કરે છે.
આ નોકરીઓથી મહિલાઓ સારી આવક મેળવી શકે છે અને પોતાનાં બાળકોને સારું જીવન આપવાનો પ્રયત્ન કરે છે.
ઘણાં લોકો અહીં મહિલાઓને બોટનુ સમારકામ કરતા જોવા આવે છે.
જુઓ સ્વમાનભેર કામ કરતાં આ મહિલાઓની કહાણી...




