You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC She: એ ગામ જ્યાં, આઝાદી બાદ યુવતીઓ પહેલી વખત કૉલેજ ગઈ
આઝાદી મળ્યા પછી ભારતના મોટા ભાગના લોકોનાં જીવનમાં કોઈને કોઈક હકારાત્મક બદલાવ આવ્યો હોઈ શકે.
પરંતુ ભારતમાં અમુક ખૂણા એવા પણ છે જેને આ બદલાવ અડકી શક્યા નથી.
આવું જ એક ગામ છે, હરિયાણાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું દેવીપુર ગામ, જ્યાં આઝાદીનાં 75 વર્ષ બાદ પણ દીકરીઓ કૉલેજ જઈ શકતી નહોતી.
અહીંથી કૉલેજ 30 કિલોમીટર દૂર છે. ત્યાં સુધી પહોંચવા માટે કોઈ બસ નહોતી. જેથી છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલેજ જઈ શકતી નહોતી.
કારણ કે તેમણે પરિવારની આબરૂના ભાર સાથે રસ્તામાં છેડતી કરતા છોકરાનો ગભરાટનો પણ સામનો કરવાનો હતો.
ગામમાં બસસેવા શરૂ થયા બાદ નૈના ઉપરાંત દેવીપુર ગ્રામ પંચાયત હેઠળનાં ચાર ગામનાં 15 યુવતીઓ કૉલેજમાં અભ્યાસ કરવા જાય છે.
આ છોકરીઓના કૉલેજ જવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જ્યોતિએ ભજવી છે. કરનાલ જિલ્લાના ગઢી ખજૂર ગામનાં જ્યોતિ દલિત સમુદાયનાં છે.