નાસિકનાં મૂક-બધિર દંપતી જેઓ પાણીપુરી સ્ટૉલ ચલાવી આત્મનિર્ભર બન્યાં

નાસિકનાં મૂક-બધિર દંપતી જેઓ પાણીપુરી સ્ટૉલ ચલાવી આત્મનિર્ભર બન્યાં
પ્રકાશિત

જીવનમાં નાના નાના પડકારોને કારણે ઘણા લોકો હાર માની જાય છે. પરંતુ કેટલાક એવા પણ છે જેઓ પહાડસમા પડકારો છતાં કપરી પરિસ્થિતિનો અડગપણે સામનો કરવામાં ખચકાતાં નથી.

નાસિકનાં આ દંપતીની કહાણી પણ કંઈક આવી જ છે.

તેઓ મૂક-બધિર છે, છતાં તેમણે પાણીપુરીની સ્ટૉલ ચલાવી આત્મનિર્ભરતાનો માર્ગ પસંદ કર્યો છે.

અહીં પાણીપુરી ખાવા માટે આવતા લોકોએ સ્ટૉલનાં માલિકોને ઇશારાથી સમાજવવા પડે છે.

પડકારો છતાં કિશોર અને તેમનાં પત્ની મનીષા પોતાના ગ્રાહકોને ખુશ રાખવામાં કામયાબ સાબિત થયાં છે.

જુઓ, તેમના સંઘર્ષની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.