બે બાળકોનાં માતા કેવી રીતે બન્યાં મેડલવિજેતા બૉક્સર?
બે બાળકોનાં માતા કેવી રીતે બન્યાં મેડલવિજેતા બૉક્સર?
પ્રકાશિત
એક સમયે હરપ્રીતકોરની ઓળખ ગૃહિણી તથા બે બાળકોનાં માતા તરીકેની હતી. એ પછી તેમણે યુવાવસ્થામાં જોયેલાં સપનાંને પૂર્ણ કરવા માટે મહેનત શરૂ કરી.
સામાન્ય રીતે બાળક માતામાંથી પ્રેરણા લેતું હોય છે, પરંતુ હરપ્રીતકોરના કિસ્સામાં ઊલ્ટું બન્યું હતું.
આજે હરપ્રીતકોર જિલ્લા અને પછી પંજાબમાં રાજ્યકક્ષાએ ઍવોર્ડવિજેતા બૉક્સર છે. પરિવારમાંથી કોઈ આ રમતક્ષેત્રે નહોતું, પરંતુ હરપ્રીતકોરે જાતે મહેનત કરીને બૉક્સિંગમાં કાઠું કાઢ્યું છે.
હરપ્રીત દરેક બાળકી અને યુવતીને માટે પણ એક સંદેશ આપે છે.
જુઓ આ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



