કોટામાં ડૉક્ટર અને ઇજનેરી ભણવા જતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કેમ કરી રહ્યા છે?
કોટામાં ડૉક્ટર અને ઇજનેરી ભણવા જતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કેમ કરી રહ્યા છે?
પ્રકાશિત
(આ અહેવાલની વિગતો આપને વિચલિત કરી શકે છે)
ડૉક્ટર બનવાની ચાહત 18 વર્ષના આદર્શ રાજને કોટા લઈ આવી હતી. પણ અચાનક એક દિવસ તેમના મૃત્યુની ખબર આવી.
પરિવાર આઘાતમાં છે. આદર્શના કાકાના જણાવ્યા પ્રમાણે પરિવારે ક્યારેય આદર્શ પર દબાણ કર્યું નથી, ન તેની કોઈ પરેશાનીના તેમને સંકેત મળ્યા હતા.
કોટામાં છેલ્લા 10 વર્ષોમાં 100થી વધુ વિદ્યાર્થીઓ પોતાનો જીવ આપી ચૂક્યા છે જેઓ કોચિંગ લેવા માટે આવ્યા હતા. આ વર્ષે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે.
એક આંકડા મુજબ કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ પર નિર્ભર પાંચ હજાર કરોડ રૂપિયાથી વધારેની અર્થવ્યવસ્થા ધરાવતા કોટામાં હાલ બે લાખ વિદ્યાર્થીઓ છે.
ટૉપર્સના આ શહેરમાં માતા-પિતા, મિત્રો, સબંધીઓથી દૂર રહેવું તથા એકલવાયું જીવન જીવવું અને અસફળતાના ડરથી લડવાનું સહેલું નથી. કોચિંગની આંતરિક પરીક્ષા પર પરીક્ષા આપવાની તે અલગ.






