ગુજરાત પરની ચોમાસાની સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ, હવે કયા જિલ્લામાં ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાત પરની ચોમાસાની સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ, હવે કયા જિલ્લામાં ભારે વરસાદ?
ગુજરાત પરની ચોમાસાની સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ, હવે કયા જિલ્લામાં ભારે વરસાદ?
પ્રકાશિત

હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્ર પર ચોમાસું સૌથી વધારે સક્રિય હતું. તેના કારણે બનાસકાંઠાના સુઈગામ અને કચ્છના રાપરમાં અતિભારે વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે કેટલાંક ગામો ડૂબી ગયાં છે, હાઈવે પર વાહન-વ્યવહારને અસર થઈ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

વલસાડ, વાપી તથા ગાંધીનગર જિલ્લામાં પણ અમુક જગ્યાએ મુશળધાર વરસાદ નોંધાયો છે. નવસારી, સાબરકાંઠા, દાદરા અને નગરહવેલીમાં પણ ભરપૂર વરસાદ પડ્યો છે.

હાલની સિસ્ટમ દર્શાવે છે કે સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ તથા રાજસ્થાન પર એક ડીપ ડિપ્રેશન રચાયું હતું જે 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમુક કલાકોમાં તે નબળું પડી જવાની આગાહી છે. કચ્છ અને રાજસ્થાનથી લઈને દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાનની સરહદે એક ચોમાસાના ટ્રફની રચના થઈ છે.

ગુજરાતમાં હવે વરસાદ અટકી જશે કે ભારે વરસાદ પડશે?

વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન