રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી આવશે, કયા જિલ્લાઓમાં વધારે વરસાદની છે આગાહી?
હવામાન ખાતા ની આગાહી પ્રમાણે 20 જુલાઈ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ સક્રિય થઈ શકે છે. ગુજરાતમાં ગુરુવાર સુધીમાં મૌસમનો કુલ 51 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં અત્યારસુધી સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લામાં પડ્યો છે. બોટાદમાં સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
આજે રાજ્યમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કેટલાંક સ્થળોએ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ છુટોછવાયો વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશોમાં પણ વસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં- સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ તથા દીવ સંઘપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે.
જે પૈકી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ જ વિસ્તારોમાં રવિવારે પણ સામાન્યથી ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વધશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનમાં આવનારા દિવસોમાં ફેરફાર થશે. આની ચોમાસા પર શું અસર પડશે?
હવે વરસાદની સ્થિતિ ગુજરાતમાં હવે કેવી રહેશે, કઈ સિસ્ટમની કેવી અસર થશે એની માહિતી આ વીડિયોમાં સમજાવશે દીપક ચુડાસમા.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



