અરબી સમુદ્રમાં સિસ્ટમ, બંગાળની ખાડીમાં વાવાઝોડું, રાજ્યમાં હજુ આવશે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં શું દિવાળી સુધી વરસાદ શરૂ રહેશે?
અરબી સમુદ્રમાં સિસ્ટમ, બંગાળની ખાડીમાં વાવાઝોડું, રાજ્યમાં હજુ આવશે વરસાદ?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં આ તારીખે સર્જાશે વાવાઝોડું, ગુજરાત સુધી અસર થશે અને ફરી હવામાન પલટાશે?

બંગાળની ખાડીમાં આ વર્ષનું ચોમાસા બાદનું સૌપ્રથમ વાવાઝોડું બનશે અને તે ભારતના દરિયાકિનારા પર ત્રાટકે એવી સંભાવના દેખાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે આંદામાન સમુદ્રમાં એક સિસ્ટમ બની છે જે આગળ વધીને બંગાળની ખાડીમાં આવશે અને મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે.

બીજી તરફ અરબી સમુદ્રમાં પણ એક મજબૂત સિસ્ટમ બનેલી છે અને તે દરિયામાં હાલ આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત સુધી થઈ રહી છે.

અરબી સમુદ્રમાં આવેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા પણ દર્શાવી છે.

બંગાળની ખાડીમાં સર્જાનારું વાવાઝોડું ભારતનાં કેટલાંક રાજ્યોને અસર કરશે અને તેની પરોક્ષ અસર ગુજરાતને પણ થાય તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં કઈ તારીખે વાવાઝોડું સર્જાશે?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બંગાળની ખાડીમાં કઈ તારીખે વાવાઝોડું સર્જાશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.