વૈજ્ઞાનિક અને કલેક્ટર બનવાનાં સપનાં જોતાં બાળકોને સ્કૂલમાં જતાં ડર કેમ લાગે છે?

વીડિયો કૅપ્શન, પડુંપડું થઈ રહેલી જર્જરિત શાળામાં ઉંચા સપના લઈને ભણતાં એ વિદ્યાર્થીઓની કહાણી
વૈજ્ઞાનિક અને કલેક્ટર બનવાનાં સપનાં જોતાં બાળકોને સ્કૂલમાં જતાં ડર કેમ લાગે છે?
પ્રકાશિત

સાતમા ધોરણમાં ભણતા સોમિનાથ સાબળે કહે છે કે, "મારે અભ્યાસ કરીને વૈજ્ઞાનિક બનવું છે. મારે દેશ માટે કંઈક નવું બનાવવું છે."

પાંચમા ધોરણમાં ભણતાં પ્રગતિ ખિલ્લારે કહે છે કે, "મારે ભવિષ્યમાં કલેક્ટર બનવું છે. મારી શાળા માટે અને જ્યાંની કલેક્ટર બનીશ તે જિલ્લા માટે મારાથી શક્ય હોય તે બધું જ હું કરવા માંગું છું."

સોમિનાથ અને પ્રગતિ બંને મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પોખરીગઢ ગામની જિલ્લા પરિષદની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પણ આજે તેમની શાળાની સ્થિતિ વિકટ છે.

તેઓ કહે છે કે અમારી શાળામાં ત્રણ વર્ગ એવા છે જેમાંથી પાણી ટપકે છે. એટલે કે બે જ વર્ગ બરાબર છે. વર્ગમાં હોઈએ ત્યારે ડર લાગે છે કે શું આ પડી જશે?

એટલે એક દિવસે તો બપોરે જ ઘરે જવું પડ્યું.

ગામલોકો કહે છે કે શાળાના સમારકામ માટે તંત્રને વારંવાર રજુઆત કરી છે. જુઓ આ બાળકોની કહાણીનો વીડિયો અહેવાલ...

મહિલા
Redline
Redline