ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં, કેટલો વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં, કેટલો વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ઘટી રહ્યો છે આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદની શક્યતા છે.

તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ચોમાસાની વિદાય હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.

તારીખ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. વિશેષ વિગત માટે જુઓ આ વીડિયો.

હવામાન, ચોમાસુ, બીબીસી, ગુજરાતી દીપક ચુડાસમા ગુજરાત બીબીસી ગુજરાતી હવામાન સમાચાર રેલ પાણી પૂર વરસાદ ખેતી ખેતર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન