ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે અને બંગાળની ખાડીની નવી સિસ્ટમ કઈ તરફ જશે?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહેવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં બનેલું ડીપ્રેશન આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે.
જે હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.
આ પહેલાં 25 ઑગસ્ટથી ગુજરાતમાં જે પૂરની સ્થિતિ પેદા થવાની શરૂ થઈ હતી, એ ડીપ ડિપ્રેશનની સિસ્ટમની શરૂઆત પણ બંગાળની ખાડીમાં થઈ હતી અને કચ્છ પરથી આગળ વધીને તે વાવાઝોડું બન્યું હતું.
હવે હવામાન વિભાગે ફરી નવું લૉ-પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તેવી આગાહી કરી છે અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતી કાલથી શરૂ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
અહેવાલ - દીપક ચુડાસમા
એડિટ - સુમિત વૈદ્ય

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



