ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી, આગામી દિવસોમાં કયા જિલ્લામાં ધોધમાર પડશે?
ગુજરાતમાં ચોમાસું પૂરબહારમાં જામ્યું છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે.
રવિવારે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર ધીમા દબાણનો વિસ્તાર આજે સવારે 5-30 કલાકે ઓછો થયો હતો. જોકે, બાકી રહેલું ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ વિદર્ભ અને આસપાસના વિસ્તાર પર છે.
ચોમાસાનો એક પ્રવાહ હવે બિકાનેર, કોટા, ગુના, દમોહ, પેંડારા રોડ, સંબલપુર, પુરી અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.
તારીખ 29 ઑગષ્ટથી તારીખ 4 સપ્ટેમ્બર સુધી જોઈએ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
30 ઑગસ્ટ, શનિવારે ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદની આગાહી છે.
તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



