You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, પણ ફરી કઈ તારીખથી પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વરસાદનું જોર ઘટ્યું છે જે આગામી દિવસોમાં વધે તેવી શક્યતા છે.
આ ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે જેની ગુજરાતને અસર થવાની સંભાવના છે.
સેટેલાઇટ ઇમેજ પ્રમાણે ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાત પર એક સાઇક્લૉનિક ટ્રફ સર્જાયો છે. તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
મંગળવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઘટ્યો છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના ડેટા પ્રમાણે 9 અને 10 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન