અરબી સમુદ્ર પર બનેલી સિસ્ટમ શું ગુજરાતમાં વરસાદ લાવશે?

વીડિયો કૅપ્શન,
અરબી સમુદ્ર પર બનેલી સિસ્ટમ શું ગુજરાતમાં વરસાદ લાવશે?
પ્રકાશિત

હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેમાં તે સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે.

આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેની વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 23 ઑગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે તે બાદ ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના છે.

25 ઑગસ્ટ બાદ એટલે કે આ મહિનાના અંતમાં રાજ્યમાં ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આ અઠવાડિયામાં ક્યા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે?

ગુજરાતમાં વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.