You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: પાટણનાં મહારાણી નાયકીદેવીએ મહમદ ઘોરીને કેવી રીતે હરાવ્યા?
આ વાત છે 12મી સદીની. વર્ષ હતું 1178. સ્થળ હાલના રાજસ્થાનના આબુનો ક્યાદરા પ્રદેશ. એક તરફ અફઘાનિસ્તાન તરફથી મહમદ ઘોરીની સેના હુમલો કરવા માટે આવી પહોંચી હતી અને તેની સામે હતી ગુજરાતની નાયકીદેવીની સેના.
યુદ્ધનું રણશિંગુ વાગ્યું, કતલેઆમ પહેલાની નીરવ શાંતિ યુદ્ઘમેદાનમાં છવાયેલી છે. અને આક્રમણકારો સામે ગુજરાતના રજવાડા તરફથી આગેવાની કરી રહ્યા છે ચાલુક્ય વંશના રાણી નાયકીદેવી.
કહેવાય છે કે બંને વચ્ચે યુદ્ધ જામ્યું, કતલેઆમ થઈ અને યુદ્ધમેદાનની ધરતી લોહીના લાલ રંગથી રંગાઈ ગઈ. ઇતિહાસકારોના મત મુજબ નાયકીદેવીના લશ્કરમાં રહેલી એક એવી તાકત કે જેણે આખી બાજી ફેરવી નાખી અને મહમદ ઘોરીએ પરાસ્ત થઈને ભાગવું પડ્યું.
જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત તવારીખમાં નાયકીદેવીની કહાણી.
નાયકી દેવીની કહાણી તમે અહીં વાંચી શકો છો. નાયકીદેવી : ગુજરાતનાં એ મહારાણી જેમણે મહમદ ઘોરીને પરાસ્ત કર્યા
આ પણ વાંચવું ગમશે