ચૂંટણી આચારસંહિતા એટલે શું?

વીડિયો કૅપ્શન, Model Code of Conduct એટલે શું? નેતાઓ માટે કેવા નિયમો છે? I Election Explainer
ચૂંટણી આચારસંહિતા એટલે શું?
બીબીસી ગુજરાતી
પ્રકાશિત

આ છે બીબીસીની ચૂંટણી પરની ખાસ સિરીઝ ઇલેક્શન એક્સપ્લેનર. ચૂંટણીઓની જાણવા જેવી વાતોને વિસ્તારથી સમજવી રહ્યાં છે નૂરી કુંવર, જેઓ LGBTQ કાર્યકર પણ છે.

આ વર્ષના અંત સુધીમાં દેશનાં પાંચ રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પછી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે.

દરેક ચૂંટણીની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે અને તે પ્રક્રિયાની શરૂઆત ચૂંટણીની તારીખની જાહેરાત સાથે થાય છે.

ચૂંટણી પંચ વિધાનસભા કે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરે તેની સાથે આદર્શ આચાર સંહિતા અમલી બની જાય છે.

સવાલ એ છે કે આ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ શું છે, તેની જરૂર શા માટે પડે છે અને તેના નિયમ શું કહે છે?

વીડિયો-ઍડિટ- દિતિ બાજપેઈ

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી