ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી પડશે કમોસમી વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી પડશે કમોસમી વરસાદ?
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી પડશે કમોસમી વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થવાનો શરૂ થયો છે તેની સાથે જ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આવતીકાલથી જ કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવી શકે છે અને વરસાદી વાતાવરણ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ફરીથી ચારથી પાંચ દિવસ સુધી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે અને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની છે.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા વરસાદ પડવાની શક્યતા છે.

હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

ફોટો

ઇમેજ સ્રોત, GETTY IMAGES