પતિના મૃત્યુ બાદ 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવીને આત્મનિર્ભર બનનારાં દુર્ગાબહેનની કહાણી

વીડિયો કૅપ્શન, પતિના મૃત્યુ બાદ 'વેસ્ટમાંથી બેસ્ટ'ની અવનવીવસ્તુઓ બનાવી દુર્ગાબહેન ચલાવે છે પરિવારનું ગુજરાન
પતિના મૃત્યુ બાદ 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવીને આત્મનિર્ભર બનનારાં દુર્ગાબહેનની કહાણી
પ્રકાશિત

કહાણી છે ભાવનગરના વડવા વિસ્તારનાં દુર્ગાબેનની. એમની બીજી ઓળખ શોભાબેન બારૈયા તરીકેની પણ છે. તેમની કહાણી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આત્મનિર્ભર બનવા વિશેની છે.

શોભાબહેન બે ઓરડીવાળાં નાનાં મકાનમાં હાલ ત્રણ દીકરીઓ સાથે રહે છે. પતિના અવસાન બાદ રાતોરાત ત્રણ દીકરીઓના ઉછેરની જવાબદારી આવી પડી હતી.

જોકે, ગૃહઉદ્યોગની તાલીમ મળ્યાં બાદ શોભાબહેનના જીવનને નવી દિશા મળી હતી. તેઓ અનેક મહિલાઓ માટે પ્રેરણારુપ બન્યાં છે અને તેઓ મહિલાઓને એક સલાહ પણ આપે છે.

વિધવા બહેનો માટે સરકારી યોજના અને લાભ, ભાવનગરના વડવા ગામે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આત્મનિર્ભર બન્યા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, દુર્ગાબહેનની કહાણી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આત્મનિર્ભર બનવા વિશેની છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.