Gujarat Monsoon : ગુજરાતમાં આજથી પડશે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહી

વીડિયો કૅપ્શન, Gujarat Monsoon : ગુજરાતમાં આજથી પડશે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહી
Gujarat Monsoon : ગુજરાતમાં આજથી પડશે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહી
પ્રકાશિત

ચોમાસું હાલ મુંબઈ સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં પણ પરિસ્થિતિઓ અનુકૂળ હોવાને કારણે તે ઝડપથી આગળ વધાવની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસાનું આગામાન થાય તે પહેલાં જ હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

Gujarat Monsoon : ગુજરાતમાં આજથી પડશે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાના આગામાન બાદ એકાદ અઠવાડિયામાં તે ગુજરાત સુધી પહોંચતું હોય છે પરંતુ તેનો આધાર હવામાનની પરિસ્થિતિઓ પર રહેલો છે.

ગુજરાતમાં મંગળવારે સવારથી જ અનેક વિસ્તારોમાં હવામાન પલટાઈ ગયું હતું અને ઘણા વિસ્તારોમાં સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો.

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગે 27 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો ઍલર્ટ જારી કર્યું છે, એટલે કે ત્યાં ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢ તથા બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે અને કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

આ ઉપરાંત 27 મેથી 29 મે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.

કચ્છ જિલ્લામાં ખાસ વરસાદી ગતિવિધિઓ જોવા મળવાની શક્યતા નથી. અહીં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

ચોમાસું જલદી ગુજરાત પહોંચી જશે?

ચોમાસું જલદી ગુજરાત પહોંચી જશે?

ઇમેજ સ્રોત, IMD

24 મેના રોજ દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ અને તેના બીજા જ દિવસે ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું.

જે બાદ 26મેના રોજ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું અને હજી પણ તે ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બીજા ઘણા વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો, તેલંગણાના કેટલાક વિસ્તારો, ઓડિશા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચવાની શક્યતા છે.

જોકે, હવામાન વિભાગે હજી એ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી કે ચોમાસું કેટલા દિવસ બાદ ગુજરાત સુધી પહોંચશે. જો 27 અને 28 મેના રોજ ગુજરાતમાં કેવો વરસાદ પડે તેના પર આધાર છે કે ચોમાસું વહેલું આવશે કે સમયસર જ આવશે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 15 જૂન છે. હાલ ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. જેથી રાજ્યમાં ચોમાસું શરૂ થવાને લઈને હજી કોઈ ચોક્કસ સમયસીમા આપવામાં આવી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન