You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેલમાંથી નીકળી કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી વિશે આપના નેતા સંજયસિંહ શું બોલ્યા?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ટોચના નેતા સંજયસિંહ આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી બહાર આવ્યા છે.
તેઓ કથિત દારૂ ગોટાળાના કેસમાં છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ હતા.
બીબીસીને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડના સમાચાર મળ્યા ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હતી એ વિશે વાત કરી હતી.
તેમણે આ ઇન્ટરવ્યૂમાં જેલમાં પોતાને થયેલા અનુભવો વિશે વિગતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હાલમાં દેશમાં તાનાશાહ સરકાર છે જે ચૂંટાયેલી વિપક્ષની સરકારોને તોડવાનું કામ કરે છે, ધારાસભ્યોને ખરીદવાનું કામ કરે છે. પણ આપણે ડરવું ન જોઈએ. જો તમે ડરશો તો તમને કાયર તરીકે યાદ કરવામાં આવશે, લડશો તો તમને બહાદુર તરીકે યાદ કરવામાં આવશે."
આ સિવાય તેમણે ઇન્ડિયા ગઠબંધન, લોકશાહી, કથિત ભ્રષ્ટાચારના કેસો વગેરે વિશે વિસ્તૃત વાત કરી હતી.
જુઓ આ વિશેષ ઇન્ટરવ્યૂ...