એવી સિનિયર સિટીઝન ક્લબ જ્યાં વૃદ્ધો 'બાળક'ની જિંદગી જીવે છે
એવી સિનિયર સિટીઝન ક્લબ જ્યાં વૃદ્ધો 'બાળક'ની જિંદગી જીવે છે
પ્રકાશિત
જિંદગીના છેલ્લા પડાવ પર પહોંચેલા આપણા વડીલોને પરિવારની સાથોસાથ તેમના જ સમોવડા દોસ્તો સાથે હસતાંરમતાં સુખદુઃખની વાતો કરતાં જિંદગીની પળો વિતાવવાનો અવસર મળે એ કેટલું અદ્ભુત છે.
આ જ ઉદ્દેશથી તાપી જિલ્લાના વ્યારા ખાતે સિનિયર સિટિઝન ક્લબની રચના લગભગ બે દાયકા પૂર્વે આ વિસ્તારના મોભી એવા દિવંગત મહેન્દ્રભાઈ શાહ અને તેમના સાથી મિત્રોએ કરી હતી.
વૃદ્ધો તેમની ઉંમરના લોકોને મળીને આનંદ માણી શકે તે હેતુથી સ્થપાયેલ આ ક્લબ અંગે વિગતવાર અહેવાલ જુઓ માત્ર બીબીસી ગુજરાતી સાથે.






