કૉંગ્રેસના ઇમરાન ખેડાવાલા 'ભાજપના ગઢ'માં કઈ રીતે ચૂંટણી જીત્યા?

કૉંગ્રેસના ઇમરાન ખેડાવાલા 'ભાજપના ગઢ'માં કઈ રીતે ચૂંટણી જીત્યા?
પ્રકાશિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે, કૉંગ્રેસનું પ્રદર્શન અગાઉનાં વર્ષો કરતાં ઘણું ખરાબ રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી પાંચ બેઠકો સાથે ખાતું ખોલવામાં સફળ રહી છે.

જોકે આ વચ્ચે ચર્ચા એ પણ થઈ રહી છે કે આખા ગુજરાતમાં માત્ર એક મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે અને એ છે ઇમરાન ખેડાવાલા, જેઓ અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને તેમની જીત થઈ છે.

તેમણે જીત બાદ અસદુદ્દીન ઓવૈસી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા અને સાથે જ કહ્યું હતું કે કઈ રીતે તેમણે ભાજપના ઉમેદવારને હરાવ્યા.

બીબીસી
બીબીસી