નવસારીના પ્રખ્યાત દાણાચણાની શું ખાસિયત છે કે લોકો વિદેશથી લેવા આવે છે?

વીડિયો કૅપ્શન,
નવસારીના પ્રખ્યાત દાણાચણાની શું ખાસિયત છે કે લોકો વિદેશથી લેવા આવે છે?
પ્રકાશિત

જ્યાં શીંગનો એક દાણો પણ નથી પાકતો ત્યાંની ખારી શીંગ, ખારા ચણા અને દાણા ચણાના સ્વાદના વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ દીવાના છે.

નવસારીના દાણાચણા આજે દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા છે.

ખારી શીંગ-ખારા ચણા, તીખી શીંગ-તીખા ચણા, હિંગવાળી શીંગ-ટામેટાં દાણા,લસણ ચણા, મરી ચણા, કાબુલી ચણા, મસાલા કાજુ, શીંગ ચણાની એટલી ફ્લૅવર્સ અહીં મળે છે જેને ગણતા પણ તમે થાકી જાઓ.

અહીં દાયકાઓથી વેચાતા શીંગચણાનો સ્વાદ ભાગ્યે જ કોઈ એવું હશે જેને નહીં ભાવતો હોય.

દાણાચણા વેચતી નવસારીમાં અનેક દુકાનો છે. તેમનો દાવો છે કે તેમના શીંગચણા એટલા માટે લોકોને ભાવે છે કારણ કે તે આજે પણ પરંપરાગત પદ્ધતિથી ભઠ્ઠીમાં બને છે. જેનાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે. વધુ જુઓ વીડિયોમાં...

નવસારી, શીંગચણા, દાણાચણા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.